બાગાયતી વિભાગ દ્વારા કલમ કરેલ રોપા અને બિયારણ ના વેચાણ ભાવ નક્કી કરવામાં આવ્યા

કલમ કરેલ રોપા અને બિયારણ ના વેચાણ ભાવ:ખેડૂત મિત્રો સરકારશ્રી દ્વારા અને બાગાયતી વિભાગ દ્વારા કલમ કરેલા રોપા અને બિયારણ નું વેચાણ ભાવ નક્કી કરવામાં આવેલ છે તો ખેડૂત મિત્રો તમે આ નક્કી કરેલા ભાવ મુજબ જ રોપા અને બિયારણ બાગાયતી વિભાગમાંથી લઈ શકો છો જ્યાં સુધી નવા ભાવ સરકાર દ્વારા ન આપવામાં આવે ત્યાં સુધી આ ભાવ અમલમાં રહેશે તેવી બાગાયતી વિભાગ દ્વારા જાણ કરવામાં આવી છે

કલમ કરેલ રોપા અને બિયારણ ના વેચાણ ભાવ નક્કી

અત્યારે ખેડૂતો કલમ કરેલા વૃક્ષો વાવવાનું અથવા રોપા વાવવાનું પસંદ કરે છે કારણ કે તેમાં ઉત્પાદન વધુ મળે છે તો તમારે પણ રોપા કેટલા ભાવમાં મળે છે અને આના ભાવ કેટલા નક્કી કર્યા છે એ જાણવું હોય તો આ પોસ્ટમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે

રોપા ઉછેર:

આ પણ વાંચો :આયુષ્માન યોજનાની નવી યાદી જાહેર 2024, જાણો તમારું નામ છે કે નહીં

જો ખેડૂત મિત્રો તમે ખેતી કરો છો અને સાથે સાથે રોપા ઉછેર નો વ્યવસાય કરો છો તો તમને બમણી આવક થઈ શકે છે ચાલો આપણે રોપા ઉછેર વિશે કંઈક વિશિષ્ટ ચર્ચા કરીએ

રોપા એટલે બીજમાંથી ઉત્પન્ન કરેલું છોડ આ છોડ તમને એ વૃક્ષની ભેટ આપે છે

રોપા ઉછેર દ્વારા ખેડૂત મિત્રો અત્યારે બમણી આવક મેળવતા થઈ ગયા છે જેમ કે તમે તમારા ખેતરમાં સાગ નો  રોપા ઉછેર, શાકભાજીનો રોપા અને ફળો ના રોપા ઉછેર કરી આવક મેળવી શકો છો

રોપા ઉછેર ના ફાયદાઓ 

રોપા ઉછેર વ્યવસાયના અનેક ફાયદા છે

  • જેમ કે નાની જગ્યામાં આ વ્યવસાય કરી શકો છો
  •  જો તમારે વધુ પ્રમાણમાં રોપા ઉછેર કરવું હોય તો પણ ઓછી જગ્યામાં પણ ઉછેર થઈ શકે છે
  • જો તમે ખેડૂત છો તો તમારા પોતાના ખેતરમાં વાવવા માટે રોપા ઉછેરથી તમે એ રોપ  વાવી શકો છો અને વધેલા રોપા બીજા ખેડૂતને આપી નફો મેળવી શકો છો
  • જો તમે ખેડૂત છો  તો તમે તમારા મનપસંદ બિયારણનો રોપો વાવી શકો છો અને પોતાના ખેતરમાં વાવી મનપસંદ રીતે ઉત્પાદન મેળવી શકો છો
  • રોપા ઉછેર વિષે વિશેષ ચર્ચા એક નવી પોસ્ટ માં કરીશું

કલમ કરેલ રોપા ,બિયારણ ના વેચાણ ભાવ

ચાલો હવે આપણે વિવિધ કલમ કરેલા રોપા અને વેચાણ ભાવ વિશે વિસ્તૃત ચર્ચા કરીએ જે નીચે ભાવ આપેલા છે એ બાગાયતી વિભાગ દ્વારા આપવામાં આવેલ છે નવા ભાવ ન આવે ત્યાં સુધી આ ભાવ અમલમાં રહેશે.

                                 બાગાયત વિભાગ દ્વારા આપેલ ભાવ

 

 

ફળ ઝાડની કલમોએક નંગ નો ભાવ
કેસર આંબાની ભેટ કલમ130
હાફૂસ આંબાની ભેટ કલમ130
આંબાની અન્ય જાતની ભેટ કલમ130
આંબાની નૂતન કલમ60
ઈમ્પોર્ટેડ બાટા પર આંબાની ભેટ કલમ130
ચીકુ ની ભેટ કલમ100
બોરની આંખ કલમ40
દાડમ ની ગુટી કલમ50
દાડમ ની કટકા કલમ45
જામફળ ની ગુટી કલમ20
શતુર ની કટકા કલમ45
મોસંબી ચીનનું મેડ્રીન ની આંખ કલમ20
કાજુ કલમ40
અન્ય ફળ ઝાડની કલમ30

 

                                      ફળજાંડ  ના રોપા
ક્રમફળજાંડ  ના રોપાકિમત
1જામફળ20
2પપૈયાના રોપા (સુધારેલી જાતો)12
3પપૈયાના રોપા (હાઈબ્રેટ જાતો)15
4બોર15
5બીલા20
6સીતાફળ12
7સરગવો15
8આમળા15
9કાગદી લીંબુ20
10ફણસ15
11જાંબુ20
12ગુંદા20
13કરમદા15
14ફાલસા15
15બદામ15
16કાજુ15
17દાડમ15
18મીઠી લીંબડી15
19ગોરસ આમલી20
20ખાટી આમલી20
21સેતુર15
22રામફળ25
23સોપારી15
24પરવળ20
25ગીલોડી20
26કંકોડા15
27ખારેક ના રોપા15
28આંબાના દેશી રોપા15
29અન્ય રોપા15

 

                                     ફળઝાડ બીજ

 

ક્રમફળ ઝાડ બીજકિમત 1 કિલો ગ્રામ
1પપૈયા2000
2જામફળ500
3સરગવો600
4લીંબુ600
5આમળા1000
6સીતાફળ300
7જંબુરી500
8જટીખટી500

 

                                           શાકભાજી અથવા બીજ ના ભાવો
ક્રમ શાકભાજી અથવા બીજકિમત( 1 કિલોગ્રામ)
1રીંગણ ની જુદી જુદી જાતો3000
2મરચા ની જુદી જુદી જાતો30000
3ટામેટાની જુદી જુદી જાતો4500
4ભીંડા ની જુદી જુદી જાતો500
5ગુવાર ની જુદી જુદી જાતનો500
6દુધી ,ગલકા, તુરીયા ,કારેલા ,તરબૂચ ની જુદી જુદી જાતો1500
7ચોળીની જુદી જુદી જાતો400
8વાલ ,વાલોળ ,પાપડી ની જુદી જુદી જાતો350
9ડુંગળીની જુદી જુદી જાતો1000
10કાકડી અને જીભડાની જુદી જુદી જાતો2200
11હાઇબ્રેટ ટમેટા અને મરચા 100 નંગના100
12વરીયાળીના ધરું 100 નંગ ના30
13ડુંગળીના ધરું 1000 નંગના30

 

Leave a Comment