સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું /Sukanya Samriddhi Yojana in Gujarati

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024:ભારત દેશ હમેશા માટે દીકરીઓને સર્વાંગી વિકાસ અને આર્થિક વિકાસ થાય એ માટે કાયમ માટે પ્રયત્નશીલ રહ્યું છે અને અલગ અલગ પ્રકારની યોજનાઓથી દીકરીનો સર્વાંગી વિકાસ થાય એ માટે યોજનાઓ પણ લાવે છે એ યોજનામાંથી આ એક યોજના એ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જે યોજના નું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના.

સુકન્યા સમૃદ્ધિ યોજના થી મા બાપ એમની બેટી ના ભવિષ્ય માટે કરીને પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવે છે તો ભવિષ્યમાં એમને 21 વર્ષની ઉંમર થતાં એમને એ 7.6% વ્યાજ સાથે પૈસા પરત મળશે.

પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે આપણે આ પોસ્ટની અંદર વિગતવાર ચર્ચા કરીશું. જેમ કે આ યોજના શું છે ,આ યોજનાનો લાભ શું હોય છે, આ યોજના માટે કયા કયા દસ્તાવેજો ની જરૂર પડે છે, અને સાથે સાથે આપણે ઓનલાઇન પ્રક્રિયા કઈ રીતે કરીએ જેથી કરીને ખાતું પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ચાલુ થઈ જાય આપણે આ પોસ્ટ ની અંદર તમામ માહિતીની વાત કરીશું.

સુકન્યા સમૃદ્ધિ યોજના

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024:

સુકન્યા સમૃદ્ધિ યોજના એ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત વર્ષ 2015માં શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દીકરીના ભવિષ્ય ઉજ્જવળ બને અને દીકરી આત્મનિર્ભર બને અને સાથે સાથે માતા-પિતા દીકરી માટે પૈસા બચત કરી શકે તે માટે આ યોજના લાવવામાં આવી છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માતા-પિતા 10 વર્ષથી નાની ઉંમરની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતું ખોલાવી પોતાના પૈસાની અનુસાર ઓછામાં ઓછા રકમ રૂપિયા 250 થી કરી વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા સુધી પૈસા જમા કરાવી શકે છે માતા પિતા 14 વર્ષ સુધી પોતાના સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતામાં પૈસા જમા કરાવી શકે છે અને એ પૈસા દિકરી 18 વર્ષ થાય ત્યારે 50% રકમ પણ મેળવી શકે છે પરંતુ દીકરી 21 વર્ષની થાય ત્યારે આ ખાતામાંથી રકમ ઉપાડી શકે છે સરકાર આના માટે અલગ રીતે વ્યાજ આપે છે આ યોજનાથી દીકરીનું ભવિષ્ય એ ઉજવળ બને એ માટે કરી 21 વર્ષ રાખવામાં આવ્યું છે

યોજનાસુકન્યા સમૃદ્ધિ યોજના
કોના દ્વારા આ યોજના સરૂ કરવામાં આવીપ્રધાનનમંત્રી દ્વારા
વર્ષ2015
લાભ કોણ લઈ સકેભારતની કોઈ પણ દીકરી
ઉમર મર્યાદા10 વર્ષ થો ઓછી ઉમર
કેટલા વર્ષે પૈસા ઉપાડી સકાય18 વર્ષે 50% અને 21 વર્ષે પૂરા
સતાવાર વેબસાઇટnsiindia.gov.in

 

આ પણ વાંચો : ડ્રોન દીદી યોજના 2024 /Drone Didi Yojana 2024

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી ડોક્યુમેંટ્સ

જો તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી કરવી છે તો નીચે આપેલ ડોક્યુમેંટ્સ ની જરૂર પડી સકે છે . કેમ કે ડોક્યુમેંટ્સ વગર પ્રોસેસ થતી નથી

  • બેટી ની જન્મ પ્રમાણપત્ર
  • માતા – પિતા નું id પ્રૂફ
  • રહેણાંક પ્રૂફ

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્રતા

આ યોજના માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે એ માપદંડો હશે તો આ યોજના નું તમે ફોર્મ ભરી શકશો જે માપદંડો વિશે માહિતી નીચે આપેલ છે

  • જે પરિવારમાં બેટીઓની સંખ્યા બે જ હશે તેજ આ ફોર્મ ભરવા સ્વીકાર્ય થશે
  • જો પરિવારમાં પ્રથમ એક બેટી હોય અને પછી જુડવા બહેનનો જન્મ થાય તો એ પણ આ ફોર્મ ભરી શકે છે
  • આ યોજનાનો ફોર્મ ભારતનો કોઈપણ નાગરિક ભરી શકે છે
  • આ યોજનાનો ફોર્મ ભરવા માટે દીકરીની ઉંમર 10 વર્ષ થી વધુ ન હોવી જોઈએ
  • આ યોજનાનું  નું ફોર્મ એક જ બાળકીના નામે ભરાશે

સુકન્યા સમૃદ્ધિ યોજના ના લાભો :

સરકાર કોઈપણ યોજના લાવે છે તો એમનું હેતુ અને લોકોને ફાયદો થાય એ હોય છે પરંતુ આ યોજના તો ફક્ત દીકરીઓ માટે હોવાના કારણે વધારે ફાયદો થાય એ માટેનો હેતુ હોઈ શકે છે આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આ યોજનાથી શું લાભ થાય છે

  • ટીપે ટીપે સરોવર ભરાય એ જ રીતે થોડા થોડા પૈસે વધારે પૈસા ભેળાં કરી શકાય
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ માતા પિતા પોતાની બેટીના ભવિષ્ય માટે  રકમ ભેળી કરી શકે છે
  • નાના અને મધ્યમ વર્ગીય લોકો એક સાથે વધુ ધન રાશી જમા કરી શકતા નથી પરંતુ આ યોજનાનો લાભ લઇ ઓછા રૂપિયાથી શરૂઆત કરી ધીરે ધીરે વધુ મૂડી ભેળી કરી શકે છે
  • આ યોજનાનો મુખ્ય લાભ એ છે કે માતા પિતા વધારે પૈસા જમા ન કરાવી શકે તેમને માત્ર 250 રૂપિયાથી શરૂઆત કરી શકે છે અને જો પૈસાની સગડ હોય તો 1.5 લાખ રૂપિયા સુધી આ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પૈસા જમા કરાવી શકે છે
  • આ યોજનાના લાભ માટે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે
  • આ યોજનાની લાભ માટે સરકાર 7. 6% વ્યાજ આપશે દીકરીને
  • દીકરી 21 વર્ષની ઉંમર થાય એટલે આ પૈસા ઉપાડી શકે છે
  • આ યોજના  હેઠળ દીકરીને અભ્યાસ અર્થે પૈસાની જરૂર હોય તો 18 વર્ષ પછી 50% જેટલી રકમ એ ઉપાડી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ જે ખાતું હોય છે એ ખાતું પોસ્ટ ઓફિસ થી બેંક અથવા બેંક થી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે
  • આ યોજનાનો લાભ બે બાળકીઓ હોય તે  કુટુંબને મળી શકે છે
  • આ યોજના હેઠળ રકમ મળે તેમાં ટેક્સમાં પણ છૂટ મળે છે
  • આ યોજના હેઠળ રકમના વ્યાજ પર કોઈ પણ ટેક્સ લાગતું નથી પરંતુ સરકાર એ રકમનું વ્યાજ આપશે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના ના પૈસા નાગરિક પોતાની બેટી ના વિવાહ ,ઉંચ અભ્યાસ અથવા આવશ્યક કામ માટે ઉપયોગમાં લઈ શકે છે ખાસ કરીને દીકરી 21 વર્ષની થાય ત્યારે લગ્નની અંદર આ પૈસાનો ઉપયોગ કરી શકાય છે જેથી કરીને માતા-પિતાને પૈસાનો બોજ વધુ ન પડે

સુકન્યા સમૃદ્ધિ યોજના ના નવા બદલાવ

ભારત સરકાર દ્વારા સુકનના સમૃદ્ધિ યોજનામાં  ફેરબદલ કરવામાં આવેલ છે જે ફેરબદલની વિગતવાર માહિતી નીચે આપેલ છે

  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ એક વર્ષમાં 250  રૂપિયા જમા કરાવવા એ ફરજિયાત છે પણ કોઈ કારણસર લાભાર્થી આ પૈસા જમા કરાવી શકતા નથી તો એમનું આ ખાતું ડિફોલ્ટ છે એવું માની લેવામાં આવશે નવા નિયમ મુજબ સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું બીજી વાર એક્ટિવ નથી કરવામાં આવતો તો ડિફોલ્ટ ખાતા નિયમ અનુસાર દિકરી 21 વર્ષની થાય ત્યારે જમા રકમ પર 7.6 ટકા વ્યાજ દર સાથે રકમ આપવામાં આવશે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક જ પરિવારની એક જ બેટી ના નામ પર ખાતું ખોલવામાં આવશે પરંતુ જો બીજું સંતાન એ જુડવા પેદા થાય તો એ દીકરી પોતાના નામ પર ખાતું ખોલાવી શકે છે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું બે કારણોસર બંધ થઈ શકે છે પ્રથમ કારણ કે દીકરીનું મૃત્યુ થાય ત્યારે અથવા બીજી બેટરીના રહેણાંક જગ્યામાં પરિવર્તન થાય ત્યારે
  • સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પહેલા દસ વર્ષની ઉંમરમાં જ દીકરીને ખાતા નું સંચાલન સોંપવામાં આવતું હતું પરંતુ હવે 18 વર્ષ પૂરો થાય એના પછી જ એમને એમના ખાતાનો સંચાલન આપવામાં આવશે

પોસ્ટ ઓફિસ દ્વારા બીજી વિવિધ યોજનાઓ

યોજનાઓછામાં ઓછી ભરવા પાત્ર રકમ

પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ

500
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)500
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)250
રાષ્ટ્રીય બચત પત્ર1000
કિસાન વિકાસ પત્ર (KVP)1000
પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના1000
નેશનલ સેવિંગ્સ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ1000
વૃદ્ધ  નાગરિક બચત યોજના1000
નેશનલ સેવિંગ્સ ટાઈમ ડિપોઝીટ એકાઉન્ટ1000

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે બેલેન્સ કઈ રીતે ચેક કરવું

તમને પ્રશ્ન થતો હશે કે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે બેલેન્સ ચેક કઈ રીતે કરવું તો મિત્રો તમે નોર્મલી બેંક પાસબુક માં એન્ટ્રી કરાવી અને બેલેન્સ ચેક કરી શકો છો અથવા આઈ પી પી બી મોબાઈલ એપ થી પણ તમારું બેલેન્સ ચેક કરી શકો છો સાથે સાથે જે સત્તાવાર વેબસાઈટ છે સુકન્યા સમૃદ્ધિ યોજના ની તેના પર જઈ તમારી બેંક બેલેન્સ ચેક કરી શકો છો

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ની ગણતરી

મિત્રો તમને પ્રશ્ન થતો હશે કે અમે કેટલા રૂપિયાનું રોકાણ કરીએ તો અમને સામે કેટલું રોકાણ મળે છે તો અમે કે તમને કેલ્ક્યુલેશન કરીને બતાવીશું કે તમે આટલા રૂપિયાનું એક વર્ષમાં રોકાણ કરો છો તો સામે તમને 14 વર્ષમાં કેટલા રૂપિયા મળે છે અને સાથે એ પણ બતાવીશું કે 21 વર્ષ પછી તમને કેટલી રકમ મળે છે

1 વર્ષ માં આટલું રોકણ કરો 14 વર્ષે આટલું વળતર મળસે 21 વર્ષે આટલું વળતર મળસે 
10001400046,821
20002800093,643
5000700002,34,107
100001400004,68,215
200002800009,36,429
5000070000023,41,073
100000140000046,82,146
125000175000058,52,683
150000210000070,23,219

 

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઓફલાઇન ફોર્મ કઈ રીતે ભરવું:

હવે આપણે સમૃદ્ધિ યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરાય એ માટે આપણે વિગતવાર ચર્ચા કરીશું.

  • સૌપ્રથમ  તમારે તમારા નજીકના વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે
  • પોસ્ટ ઓફિસમાં ગયા પછી તમારે ત્યાંથી સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ મેળવવાનું રહેશે
  • ફોન મેળવ્યા પછી તેમાં પૂછેલ  માહિતી ભરવાની રહેશે
  • તમામ માહિતી ભર્યા પછી તમારે જે દસ્તાવેજો માંગ્યા છે તે એ ફોર્મની સાથે એટેચ કરવાના રહેશે
  • માહિતી અને વિગતોને ચેક કર્યા પછી તમારું ફોર્મ હવે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીને આપવાનું રહેશે આ રીતે તમે ઓફલાઈન રીતે પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજના નું ફોર્મ ભરી શકો છો

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું:

મિત્રો તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો એ માટે કરીને પ્રથમ તમારે ઓફલાઈન ફોર્મ ભરવું એ જરૂરી છે તમે ઓનલાઇન તમારું ટ્રાન્ઝેક્શન કરી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જેના માટે કરી તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તેના વિશે અમે વિગતવાર માહિતી આપીશું

  • તમારે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં google play store પર જઈ IPPB મોબાઇલ એપ્લિકેશન સર્ચ કરવાની રહેશે
  • સર્ચ કર્યા પછી તમારે તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે ઇન્સ્ટોલ થયા પછી તમારે તમારી માહિતી માગશે એ માહિતી તમારે ભરવાની રહેશે એ માહિતી ભર્યા પછી તમે સરળતાથી તમારું ટ્રાન્ઝેક્શન કરી શકશો

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કઈ બેન્ક માં ખાતું ખોલી શકો :

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

બેંક ઓફ મહારાષ્ટ્ર સ્ટેટ

બેંક ઓફ મૈસુર

અલ્હાબાદ

એક્સિસ બેંક

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા

પંજાબ નેશનલ બેંક

IDBI બેંક

સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા

આંધ્રબેંક

બેંક ઓફ બરોડા

ICICI બેંક

ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક

બેંક ઓફ ઇન્ડિયા

કોર્પોરેશન બેંક

યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા

પંજાબ અને સિંધ બેંક

સિન્ડિકેટ બેંક

વિજયા બેંક

યુકો બેંક

સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ

સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને જયપુર

કેનેરા બેંક

સ્ટેટ બેંક ઓફ પટિયાલા

દેના બેંક

ઇન્ડિયન બેંક

 

Leave a Comment