Godaun Yojna:ગુજરાત ના ખેડૂત મિત્રો માટે ગોડાઉન યોજના ની શરૂઆત કરવામાં આવી છે જે યોજના અંતર્ગત ખેડૂત પોતાના ખેતરમાં પાક સંગ્રહ માટે એક ગોડાઉન તૈયાર કરે છે તો સરકાર તેમને 75 હજારની સહાય આપે છે તો વર્ષ 2024 માટે ની અરજી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે જેની તારીખ 1/4/2023 થી 31 3 2024 સુધી છે જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો આગળ આપણે વિગતવાર ચર્ચા કરીશું
Godaun Yojna:
યોજનાનું નામ | ગોડાઉન યોજના (પાક સંગ્રહ સ્ટ્રક્ચર):/Godaun yojna 2024 |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
મળતી રકમ | 75000 |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
લાભાર્થી | ગુજરાત નો દરેક ખેડૂત |
ઓનલાઈન અરજી કરવાની વેબસાઇટ | I ખેડૂત પોર્ટલ અહી ક્લિક કરો |
ગોડાઉન યોજના નો મુખ્ય હેતુ:
ગોડાઉન યોજના નો મુખ્ય હેતુ: એ છે કે રાજ્યના ખેડૂતો પાકનો ઉત્પાદન તો કરે છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ જેવું કુદરતી જોખમ આવે છે ત્યારે ઉત્પાદન કરેલો પાક અથવા પશુ માટેનો કાચચારો સંગ્રહ કરવા માટે કોઈ વ્યવસ્થા હોતી નથી એ વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ગોડાઉન યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂત ચોમાસાની સિઝનમાં પોતાના પાકનો સંગ્રહ વ્યવસ્થિત એક ઓરડાના કરી શકે અને પોતાનો ઉત્પાદન કરેલ પાક વ્યવસ્થિત જગ્યાએ મૂકી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા ગોડાઉન યોજના શરૂ કરે છે .
ગોડાઉન યોજનાથી ખેડૂતોને પોતાનો પાકનો સંગ્રહ લાંબો સમય માટે કરવો હોય તો પણ આ બનાવેલા ગોડાઉનમાં પોતાનો પાક સંગ્રહ કરે છે જો ખેડૂતને નુકસાન ન આવી તો એ વધુ આર્થિક સધ્ધર બની શકે છે તમારે પણ આ ગોડાઉન યોજના નો લાભ લઇ ગોડાઉન તૈયાર કરવું છે તો સરકાર સબસીડી આપી રહી છે તો જલ્દી ઓનલાઈન અરજી કરો
ગોડાઉન યોજના મેળવવા પાત્રતા:
નેનો યુરિયા ખાતર શું છે ? નેનો યુરિયા ખાતર ખેડૂત ને કેટલું નાખવું પડે 2024 માં ?
- એક ખાતા દીઠ એક વખત જ સહાય મળશે
- આ યોજનાનો લાભ ગુજરાતનો કોઈપણ ખેડૂત મેળવી શકે છે
- ગોડાઉનની આગળની દીવાલની ઊંચાઈ 10 ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
- ગોડાઉનની પાછળની ભાગની દીવાલની ઊંચાઈ 12 ફૂટ કે તેથી વધુ હોવી જરૂરી છે
- ઓછામાં ઓછું 330 ફૂટ મતલબ કે 22 / 15 ફૂટ વિસ્તારમાં ગોડાઉન નું સ્ટ્રક્ચર હોવું જરૂરી છે
- ગોડાઉન યોજના માટે ખેડૂતે સરકારી વેબસાઈટ આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
ગોડાઉન યોજના ની મળવા પાત્ર રકમ:
તમે ગોડાઉન બનાવો છો તો તમને કુલ ખર્ચ ના 50% રકમ અથવા 75000 રૂપિયા માંથી જે ઓછું હસે તે સબસિડી પેટે મળશે .
આ યોજના માટે અગાઉ 50000 હતી પરંતુ હવે આ રકમ 75000 મળવા પાત્ર રહેશે .
ગોડાઉન યોજના ની અરજી કર્યા પછી શું કરવું?
ખેડૂત મિત્રો તમારે ગોડાઉન માટે ઓનલાઈન અરજી કરવી છે તો તમે તમારા લેપટોપ અથવા મોબાઈલથી ઓનલાઇન અરજી કરી શકો છો પરંતુ તમે તમારા ગામના VCE ના મદદથી ઓનલાઈન અરજી કરી શકો છો. વહેલા તે પહેલા ના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે ખાસ ધ્યાન એ રાખવાનું જરૂર છે કે એક જ સર્વે નંબર પર એક જ વાર ગોડાઉન બનાવવા માટે સબસીડી મળવાપાત્ર છે તમે જે ઓનલાઇન અરજી ફોર્મ ભરો છો તો તેની પ્રિન્ટ નીકળી તમારા ગ્રામ સેવકને આપવી જેથી કરી તમારા ગામના ગ્રામ સેવક હવે આગળની પ્રક્રિયા હાથ ધરશે.
ગોડાઉન યોજના ની અરજી કરવા જરૂરી ડોક્યુમેંટ્સ :
જો તમારે ગોડાઉન યોજના માટે અરજી કરવી છે અથવા I ખેડૂત પોર્ટલ પર વિવિધ સહાય લેવી છે તો તમારી પાશે નીચે આપેલ જરૂરી ડોકયુમેંટ હોવા જરૂરી છે .
- 7/12 8-અ ની નકલ
- લાભાર્થી નું રેશનકાર્ડ
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- ખેડૂતની બેંક પાસબુક ની નકલ
- જો ખેડૂત અનુસૂચિત જાતિ અને જનજાતિ કેટેગરીમાં આવતા હોય તો એમનો જાતિ અંગેનું પ્રમાણપત્ર
- જો તમારા ખાતેદારમાં સંયુક્ત નામ હોય તો એ ખાતેદારોની સંમતિ
ગોડાઉન યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા:
ગોડાઉન યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ વિષે આપડે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરીશું
સ્ટેપ -1
સૌ પ્રથમ તમારે I ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે .
સ્ટેપ -2
તમે સતાવર વેબસાઇટ પર જશો એટલે તમને વિવિધ યોજના માટે અરજી કરો એવું દેખાશે અથવા અહી ક્લિક કરી તમે ડાઇરેક્ટ જય શકો છો
સ્ટેપ -3
હવે તમને નીચે આપેલ ફોટો દેખાશે તો તેમાં અરજી કરો એવું ઓપ્શન દેખાશે તો તેના પર ક્લિક કરો
સ્ટેપ -4
ઓનલાઈન અરજી પર ક્લિક કરશો એટલે નીચે આપેલ પેજ ખુલશે .
નવો પેજ ખુલશે એમાં નવી અરજી કરવા અહી ક્લિક કરો પર ક્લિક કરો
સ્ટેપ -5
નવી અરજી પર ક્લિક કરશો તો નીચે આપેલ પેજ ખુલશે તો તેમાં આપેલ તમામ વિગતો ભરવાની રહેશે .
જે વિગત આગળ લાલ કલરની * દેખાય એ વિગત તમામ ભરવાની રહેશે .
સ્ટેપ -6
તમારું ફોર્મ ભરાઈ જાય પછી એક વાર ફરીથી વિગતો ચેક કરી લેવી
સ્ટેપ – 7
વિગતો ચેક કર્યા પછી અરજી સબમિટ કરી દેવી અને પ્રિન્ટ નિકાળી દેવી
સ્ટેપ – 8
અરજી કર્યા પછી ગ્રામ સેવક જોડે તમામ ડોકયુમેંટ જમા કરવી દેવા
અમને આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે .
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.