Banas Dairy Credit Card Loan:બનાસ ડેરી તરફથી બનાસકાંઠાના સૌ ખેડૂત મિત્રોને બેસતા વર્ષની અનોખી ભેટ આપવામાં આવી છે આ ભેટથી ખેડૂતોમાં આનંદ અને ઉલ્લાસ છે કેમ કે બનાસ ડેરી ના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા બનાસ ડેરીના લાખો પશુ પાલક મિત્રોને 50000 ની બનાસ ડેરી ક્રેડિટ કાર્ડ લોન એ વગર વ્યાજે આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે માત્ર બનાસ ક્રેડિટ કાર્ડ થી 50,000 અર્જન્ટ લોન આપવામાં આવશે આ લોન એ લોકોને મળશે કે જેમની પાસે બનાસ ક્રેડિટ કાર્ડ હશે પરંતુ ખેડૂત ભાઈઓને હવે ચિંતા કરવાની જરૂર નથી કેમકે બનાસ ક્રેડિટ કાર્ડ એ દરેક બનાસ ડેરીના સભાસદ ગ્રાહકને આપવામાં આવશે બનાસ ક્રેડિટ કાર્ડનું શરુયાત ક્યારે કરવામાં આવશે અને આ ક્રેડિટ કાર્ડ વિશે વધુ ચર્ચા આપણી આ પોસ્ટમાં આગળ કરીશું.
Banas Dairy Credit Card Loan:
બનાસ ક્રેડિટ કાર્ડ એ બનાસ ડેરી તરફથી આપવામાં આવતું એક કાર્ડ છે જે બનાસ ડેરીના સભાસદો માટે એક પ્રોજેક્ટ તરીકે છે આ ક્રેડિટ કાર્ડ થી બનાસ ડેરીના તમામ સભાસદોને અર્જન્ટ લોનની કે પૈસાની જરૂર પડે છે ત્યારે પૈસા ઉપલબ્ધ ના હોય ત્યારે બનાસ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી બનાસ ડેરીનો સભાસદ એ 50,000 ની અરજન્ટ લોન લઈ શકે છે અને એ લોન નો વ્યાજ ઝીરો ટકા હોય છે એ લોન ખેડૂત આપતા સિસ્ટમથી પોતાના દૂધના પગારમાંથી ચૂકવી શકે છે બનાસ ક્રેડિટ કાર્ડ એ ખેડૂત માટે એક વરદાનરૂપ સાબિત થશે કેમ કે ખેડૂતને કોઈપણ પૈસાની મુશ્કેલી પડશે ત્યારે આ બનાસ ડેરી ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરી એ અરજન્ટ લોન લઈ પૈસાનો ઉપયોગ કરી શકશે.
આજે થરાદના મુલુપુર ખાતે એક ધાર્મિક કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ હતું ત્યારે બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ તે આવેલા હતા તેમના દ્વારા આ બનાસ ક્રેડિટ કાર્ડ વિશે જાહેરાત કરવામાં આવી છે અને 15 મી તારીખે આપણા ભારતના ગૃહપ્રધાન માનનીય અમિતભાઈ શાહ દ્વારા આ બનાસ ક્રેડિટ કાર્ડનું શુભારંભ કરવામાં આવશે.
નેનો યુરિયા ખાતર શું છે ? નેનો યુરિયા ખાતર ખેડૂત ને કેટલું નાખવું પડે 2024 માં ?
બનાસ ડેરી તરફથી વિવિધ સેવાઓ:
બનાસકાંઠાના ખેડૂત બહેનો માટે માટે બનાસ ડેરી હંમેશને માટે ચિંતિત હોય છે કેમકે બનાસ ડેરી કાયમ માટે એ વાતને સાબિત કરી બતાવે છે કેમ કે આજ બનાસ ડેરી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે બનાસ ડેરીએ જિલ્લાની મહિલાઓ માટે ખાસ પ્રકારની મેમોગ્રાફી વાન તૈયાર કરી છે જેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ મેમોગ્રાફ વિભાગ દ્વારા જિલ્લાના બહેનોને સ્તન અને ગર્ભાશયનું કેન્સરનું નિદાન કરવામાં આવશે અત્યંત આધુનિક અને એક કરોડથી વધુનો ખર્ચ કરી આ મેમોગ્રાફી વાનનું લોકાર્પણ કર્યું છે આ મેમોગ્રાફી વાહન ગામેગામ જઈ મહિલાઓને સ્તન અને ગર્ભાશયની બાબતનું નિદાન કરશે.
બનાસ ડેરી વિષે:
સ્વ.ગલબાભાઈ પટેલ, સ્થાપક અધ્યક્ષ અને નિઃસ્વાર્થ ઋષિએ ગામડાના ખેડૂતોની સામાજિક-આર્થિક સ્થિતિ ઉન્નત કરવાનું સ્વપ્ન જોયું હતું જે બનાસકાંઠા જિલ્લા માટે સહકારી દૂધ સંઘની રચના દ્વારા પૂર્ણ થાય છે, ખેડાની “અમૂલ ડેરી” ના ફૂટ પ્રિન્ટ પર. જિલ્લો, સહકારીનું આદર્શ મોડેલ. પરિણામે, જિલ્લાના વડગામ અને પાલનપુર તાલુકામાં આઠ ગ્રામ્ય કક્ષાની સહકારી દૂધ મંડળીઓ નોંધાઈ હતી અને 3 ઓક્ટોબર, 1966 થી દૂધસાગર ડેરી, મહેસાણા ખાતે દૂધ એકત્ર કરીને ઠાલવવાનું શરૂ કર્યું હતું.
PM Vishwakarma Yojana:આ રીતે માત્ર 10 દિવસ માં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો લાભ મેળવો
દૂધ સંઘ 31મી જાન્યુઆરી, 1969 ના રોજ સહકારી અધિનિયમ હેઠળ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર તરીકે નોંધાયેલ છે, જે “બનાસ ડેરી” તરીકે પ્રખ્યાત છે.
14મી જાન્યુઆરી.1971ના રોજ સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલ દ્વારા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા શરૂ કરાયેલ ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ હેઠળ ડેરી પ્લાન્ટ સ્થાપવા માટે જગાણા ગામ નજીક સંપાદિત 122 એકર જમીન પર શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 7મી મે, 1971ના રોજ ડેરીએ તે જ જગ્યાએ 1.5 લાખ લિટર દૂધની હેન્ડલિંગ ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કર્યું, જે પછીથી દરરોજ 4 લાખ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા સાથે વિસ્તરણ કરવામાં આવ્યું.
બનાશ ડેરી ના ચેરમેન શ્રી નો મેસેજ :
મારા વ્હાલા દૂધ ઉત્પાદક ભાઈઓ અને બહેનો જેમણે ભારે પરિશ્રમથી પોતાનું જીવન ઉજ્જવળ કર્યું છે,
અમે અમારા વેદ-પુરાણોમાંથી એક સમાન દ્રષ્ટિ સાથે સાથે રહીને સહયોગી પ્રયાસો કરવાના સહકારી મૂલ્યો પ્રાપ્ત કર્યા છે. અમે પેઢીઓથી પેઢી દર પેઢી આ મૂલ્યોનું વાવેતર અને સંવર્ધન કર્યું છે અને તે આવનારી પેઢીને જવાબદારીપૂર્વક સોંપ્યું છે. અંગ્રેજોની ગુલામીના કપરા સમયમાં પણ આ પરંપરા અડીખમ રહી છે. સહકારની આ ઇમારત સહાનુભૂતિ અને ભાઈચારાના સ્તંભો પર સ્થાપિત છે જેનો બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોએ આર્થિક વિકાસ તરીકે ઉપયોગ કર્યો છે.
ક્રેડિટ બાય : બનાશ ડેરી
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.