ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024:ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ પૂરી પાડે છે આ શિષ્યવૃત્તિ ગુજરાતના ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર ઓનલાઇન અરજી કરવાથી મળે છે જે લોકો ગુજરાતના કાયમી નિવાસી છે અને અનામત શ્રેણીમાં આવે છે તે વિદ્યાર્થી આ શિષ્યવૃતિ માટે ઓનલાઇન અરજી કરી શકે છે આ શિષ્યવૃતિથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મદદરૂપ થાય છે ધોરણ 1 થી કરી માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ મળે છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ /Digital Gujarat Scholarship 2024: માટે કોણ અરજી કરી શકે છે ?કેટલો અભ્યાસ હોવો જોઈએ? કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે? એ વિશે આપણે આ પોસ્ટમાં વિગતવાર ચર્ચા કરીશું અમને આશા છે કે આ પોસ્ટ તમને ઉપયોગી થશે
શિષ્યવૃત્તિ નું નામ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ/Digital Gujarat Scholarship 2024 |
કોના દ્વારા આપવા માં આવે છે | ગુજરાત સરકાર દ્વારા |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઈન |
વર્ષે | 2024 |
પોર્ટલ નું નામ | ગુજરાત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ |
હેલ્પલાઈન નંબર | 18002335500 |
ઓફિસિયલ વેબસાઇટ | અહી ક્લિક કરો |
આ પણ અવશ્ય વાંચો :
free online Courses : ફ્રી ઓનલાઈન કોર્ષ કરો 5 લાખ થી વધુ પગાર હોય તો ફી ભરવાની
ઓછા રોકાણ માં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ની શરૂઆત કેવી રીતે કરવી 2024 / How to start an import export business
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ/Digital Gujarat Scholarship
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કેટલીક શ્રેણી ના વિદ્યાર્થીઓને લાભ મળવા પાત્ર છે તેમનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જેમાં વિવિધ વિદ્યાર્થીઓ જેમકે અનુસૂચિત જાતિ ,પછાત વર્ગો ,લઘુમતી અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, નાદિયા ,સેનવા, વણકર, સાધુ , વાલ્મિકી, સાડી ગરરોડા ,દલિત, તુરી, તીરગર, તીરબંદા ,માતંગ ,થોરી, બારોટ જેવા સમુદાય આ શિષ્યવૃતિ માટે અરજી કરી શકે છે આ શિષ્યવૃતિને ઓનલાઈન અરજી કરવા માટે ગુજરાત સરકારે એક વેબસાઈટ બનાવી છે એ વેબસાઈટ પર જઈ તમે ફોર્મ ભરી શકો છો ધોરણ 1 થી માસ્ટર સુધી અભ્યાસના વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ લઇ શકશે.અરજી કરવા માટે તમામ માહિતી નીચે આપેલ છે તો તમે વહેલી તકે ફોર્મ ભરી શકો છો.આ વેબસાઈટ પર તમે તમારું શિષ્યવૃત્તિ સ્ટેટસ ચેક કરી શકો છો
યોજનાનું નામ | સહાયની વિગત | માહિતી |
SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ | શૈક્ષણિક માન્ય શૈક્ષણિક ફી મળવાપાત્ર | ધોરણ 11 12 કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓમાં મળવા પાત્ર ફ્રીશિપકાર્ડ વગરના વિદ્યાર્થીઓએ અરજી કરવી શૈક્ષણિક વર્ષ 21- 22 થી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી કુલ શિષ્યવૃત્તિની 40% રકમ અને બાકીની 60% ના ક્રમે કેન્દ્ર સરકાર દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થીના બેંક ખાતામાં નાખવામાં આવશે જે અંગેની તમામ વિદ્યાર્થીઓ નોંધ લેવી |
SC વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય | 1500 રૂપિયા માસિક સહાય મળવાપાત્ર | કોલેજ સલગ્ન છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ ભોજન બીલ મળશે |
M.Phil , Ph.D માટે ફેલોશિપ યોજના. SC માટે વિદ્યાર્થીઓ | 25,000 ml. PHILમાટે 100000 પીએચડી માટે | આ યોજનાનો લાભ એમ્ફિલ અને પીએચડી ના અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓએ થીસીસ રજૂ કરવાની શરતે આ લાભ મળશે |
માટે SC વિદ્યાર્થીઓને 5 શિષ્યવૃત્તિ/સ્ટાઇપેન્ડ ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો | 10,000 -મેડિકલ 8000 -એન્જિનિયરિંગ 3000- ડિપ્લોમા | ડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા ના પ્રથમ વર્ષનામાં અભ્યાસ કરતાં અનુ જાતિના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર છે |
SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફક્ત (વાર્ષિક કૌટુંબિક આવક વધુ હોય 2.50 લાખ કરતાં) (રાજ્ય સરકારની યોજના) | 400 રૂપિયા માસિક સહાય | આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા આનું સૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર |
SC ને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય વિદ્યાર્થીઓ (વિજ્ઞાન પ્રવાહ) (ધોરણ:11-12) | શૈક્ષણિકતા માન્ય શિક્ષણફી મળવાપાત્ર | ધોરણ 11 12 કોલેજ કક્ષાના અભ્યાસક્રમમાં મળવાપાત્ર |
પીએમ યસસ્વી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ OBC, EBC અને DNT માટે વિદ્યાર્થીઓ | ધોરણ 11 તથા 12 વિજ્ઞાન પ્રવાહના જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કરવા માટે સહાય મળવાપાત્ર |
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે આવશ્યક ડોક્યુમેંટ્સ/Documents Required For Digital Gujarat Scholarship
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- ધોરણ 10 બાદ તમામ અભ્યાસક્રમની વર્ષ પ્રમાણે છેલ્લા વર્ષની માર્કશીટ
- બેંક પાસબુક
- ધોરણ 10 પછી વર્ષ ગેપ હોય તો એનો દાખલો
- વિદ્યાર્થીઓમાં રહેતા હોય તો હોસ્ટેલનું સર્ટિફિકેટ સાથે
- વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
- હોસ્ટેલ ફી ની નકલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- આધાર નંબર
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે આવશ્યક બાબત/Important thing for Digital Gujarat Scholarship
- તમે ઓનલાઇન ફોર્મ ભરો છો તો તમારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું તમે જે મોબાઈલ નંબર આપો છો એ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જ્યાં સુધી શિષ્યવૃતિ ન મળે ત્યાં સુધી એ નંબર ને કાર્યરત રાખવો જરૂરી છે
- વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ઇમેલ એડ્રેસ હોવું એ ફરજિયાત છે ન હોય તો તાત્કાલિક ધોરણે ઇ-મેલ આઇડી બનાવવાનું રહેશે
- સરકારના નવા નિયમ અનુસાર શિષ્યવૃત્તિ માં રાજ્ય સરકાર તરફથી 40% અને કેન્દ્ર સરકાર તરફથી 60 ટકા જેટલી શિષ્યવૃતિ ચુકવણું થાય છે તો આધારકાર્ડ બે જ શિષ્યવૃત્તિ નાખવામાં આવશે જેથી વિદ્યાર્થીઓએ આધાર નંબર સાથે જે બેંક ખાતુ કનેક્ટ હોય એ ખાતામાં ચુકવણી થશે
- વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરેલ હશે અને તે ફાઇનલ સબમીટ કરવામાં નહીં આવેલ હોય તો તે એપ્લિકેશનને માન્ય ગણવામાં આવશે નહીં
- વિદ્યાર્થીઓએ જે ઓનલાઇન અરજી કરી હોય તેને પ્રિન્ટ પોતાની સંસ્થામાં તમામ ડોક્યુમેન્ટ સહિત જમા કરાવેલ નહીં હોય તો તેવા વિદ્યાર્થીની અરજી ધ્યાનમાં લેવામાં નહીં આવે
- વિદ્યાર્થીઓએ પોતાનું બેંક ખાતુ સાચું આપવું જો વિદ્યાર્થી મિત્ર ખોટો બેન્ક એકાઉન્ટ આપશે અને શિષ્યવૃત્તિ અન્ય ખાતામાં જશે તો એ સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની રહેશે
- વિદ્યાર્થીને પોતાનો કોર્સ મેનુમાં ન મળે તો એ અંગે પોતાની સંસ્થાન સાથે કોન્ટેક્ટ કરવો જેથી કરીને સંસ્થા એમની લોગીન ડિટેલમાં એ કોર્સને એડ કરે તો તમે થોડા સમય બાદ એ કોર્સ સિલેક્ટ કરી શકો
- વિદ્યાર્થીએ ઓનલાઇન એપ્લિકેશન કરવામાં છેલ્લી તારીખ સુધી રાહ ન જોવી જેટલું ઝડપી બને તેટલું ઝડપી ફોર્મ ભરી લેવું
- વિદ્યાર્થીએ એકવાર ફાઈનલ સબમીટ કરશે એના પછી કોઈ સુધારા વધારા થઈ શકશે નહીં તો ધ્યાનપૂર્વક પોતાનું ફોર્મ ભરવું
- ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થી મિત્રોએ ઇ – ગ્રામ સેન્ટર પરથી પોતાનું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ ભર્યા બાદ સ્થિતિ કઈ રીતે તપાસવિ /How to check status Digital Gujarat Scholarship Form?
તમે ઓનલાઈન અરજી કરી લો પછી તમને પ્રશ્ન થતો હશે કે કયારે મળશે શિષ્યવૃત્તિ એ જાણવા નીચે આપેલ સ્ટેપ ને ફોલો કરો
સ્ટેપ -1
- સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત વિદ્યાર્થી શિષ્યવૃતિ ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે . ઓફિસિયલ વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
- હવે તમે આપેલ જીમેલ , ફોન નંબર અને પાસવોર્ડ દાખલ કરી લૉગિન કરો
- હવે તમે વેબસાઇટ ના દેશબોર્ડ માં આવી જશો હવે સેવાઓ ઓપ્શન પર જાઓ અને શિષ્યવૃત્તિ સેવાઓ પસંદ કરો.
- હવે તમે જેના માટે અરજી કરેલ કરેલ એની સ્થતિ ચેક કરી સકશો
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી /How to apply online for Digital Gujarat Scholarship
ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે ડિજિટલ ગુજરાત વિદ્યાર્થી શિષ્યવૃત્તિ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વિદ્યાર્થી મિત્રો જો તમે આ સ્ટેપને અનુસરશો તો તમે આવશ્યક ઓનલાઇન અરજી કરી શકશો
સ્ટેપ -1
- સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત વિદ્યાર્થી શિષ્યવૃતિ ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે . ઓફિસિયલ વેબસાઇટ પર જવા અહી ક્લિક કરો
સ્ટેપ -2
- ઓફિસિયલ વેબસાઇટ પર જાસો એટલે નીચે આપેલ પેજ ખુલશે
- તમને હવે Citizen Login/Registration ઓપ્શન દેખાશે તેના નીચે “New Registration(Citizen) દેખાય તેના પર ક્લિક કરો
સ્ટેપ -3
- New Registration(Citizen) પર ક્લિક કરશો તો તમને નીચે આપેલ પેજ દેખાશે .
- જીમેલ , ફોન નંબર , પાસવોર્ડ , કેપ્ચરકોડ દાખલ કરી save ઓપ્શન પર ક્લિક કરો (જો તમે અગાઉ રજીસ્ટ્રેસન કરાવેલ હોય તો તમારે હવે રજીસ્ટ્રેસન કરવાની જરૂર નથી )
સ્ટેપ _4
- હવે વિદ્યાર્થી મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય તો તમારે Citizen Login/Registration ઓપ્શનમાં જઈ પોતાનો આઈડી પાસવર્ડ થી લોગીન કરો લોગીન કર્યા બાદ “સર્વિસ” મેનુ માં જઈ સ્કોલરશીપ સર્વિસ ઓપ્શન પર ક્લિક કરો.
- હવે Request a New Service ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો ત્યારબાદ Select Financial
Year માં વર્ષ 24 -25 સિલેક્ટ કરો. - હવે Director Scheduled Caste Welfare નીચે દર્શાવેલ યોજના પૈકી જે યોજના તમારા માટે હોય તેના પર ક્લિક કરી એપ્લાય બટન પર ક્લિક કરો
- તમે જે યોજના પસંદ કરી હોય તેના ક્લિક કરી કંટીન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરો
- હવે તમારે અમુક માહિતી ભરવાની રહેશે . જેમ કે બેન્ક ડીટેલ ,અભ્યાસ ની વિગત અને અમુક ડોક્યુમેન્ટ .
- હવે તમારે કેટલાક ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમારે ઓરીજનલ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવા
- વિદ્યાર્થી મિત્રો તમારી માહિતી ભરાઈ ગઈ હોય અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા હોય તો હવે તમારે ડિટેલ ને ફરીવાર એકવાર ચેક કરો ચેક કર્યા બાદ તમારે પાસપોર્ટ સાઇઝ નો ફોટો અપલોડ કરવાનો રહેશે ફોટો અપલોડ કર્યા બાદ વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરી દો
- વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો એટલે તમારામાં ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી દો હવે ફાઈનલ સબમીટ કરવાનું રહેશે ફાઈનલ સબમીટ કરશો તો તમારી ડિટેલ તમારી શાળા/કોલેજ ના લોગીનમાં સબમિટ થઈ જશે.
- ફાઇનલી સબમીટ કર્યા બાદ તમારે હવે એ અરજી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે જે પ્રિન્ટ વિવિધ ડોક્યુમેન્ટ સાથે બીડાણ કરી પોતાની શાળા કોલેજ અથવા સંસ્થા ને જમા કરાવવાની રહેશે
હેલ્પલાઈન નંબર
ફોન થી કોન્ટેક્ટ કરવા માંગતા હો તો આ નંબર :18002335500
ઓફિસિયલ વેબસાઇટ :https://www.digitalgujarat.gov.in
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.