Free Online Courses:ફ્રી ઓનલાઈન કોર્ષ કરો 5 લાખ થી વધુ પગાર હોય તો ફી ભરવાની

Free Online Courses:અત્યારે દુનિયા બદલાઈ રહી છે કેમ કે પહેલાના સમયમાં ડિગ્રી હોય તો જ નોકરી મળતી હતી પરંતુ અત્યારે દુનિયા અને વિશ્વની મોટી કંપનીની વિચારધારા બદલાઈ રહી છે કેમકે કંપનીઓ હવે ડીગ્રી ધારકોને નહીં પરંતુ સ્કિલ હોય તેવા વિદ્યાર્થીઓને નોકરી આપી રહી છે ભારત અને વિશ્વમાં અત્યારે કમ્પ્યુટર અને આઇટી ક્ષેત્રનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે એ વિકાસમાં તમારે પણ નોકરી ની જરૂર હોય તો અમે તમારા માટે કેરિયર ને લગતી એક પોસ્ટ લઈને આવ્યા છીએ .

ઘણા વિદ્યાર્થી મિત્રોનું સપનું હોય કે એ લાખો રૂપિયામાં પગાર મેળવે પરંતુ એટલા રૂપિયા ન હોય કે જે યુનિવર્સિટીઓની ફી ભરી શકે માની લઈએ કે ફી તો ભરી દે પરંતુ નોકરી ને કોઈ ગેરંટી લેતો નથી તો અમે તમને એવા કોષ અને એવી સંસ્થા બતાવીશું કે જે અત્યારે વિશ્વમાં સૌથી વધારે પગાર આપતી અને ડિમાન્ડ હોય તેવી જોબ.

 

Free Online Courses:

અત્યારે ભારત દેશમાં એવી કેટલીય સંસ્થાઓ છે કે જે વિદ્યાર્થીઓને ભણવામાં મદદગાર થાય છે કેમકે આ સંસ્થાઓ પહેલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે પછી એમનું પ્લેસમેન્ટ કરાવે છે પ્લેસમેન્ટ થાય અને પાંચ લાખથી વધુ વાર્ષિક પગાર હોય તો જ એમની પાસેથી હપ્તા સિસ્ટમથી એમની ફી લે છે. આ સિસ્ટમને આફ્ટર પ્લેસમેન્ટ સ્કૂલિંગ કહેવાય છે આ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવે છે એમનો ટ્રેનિંગ આપે છે એમને સ્કિલથી પરિપક્વ બનાવે છે પછી એ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂ આપવામાં મદદગાર બને છે. ઇન્ટરવ્યૂ આપ્યા બાદ વિદ્યાર્થીને નોકરી મળી જાય પછી એમના પગારમાંથી ઇએમઆઇ રૂપે એમને ફી લે છે

Free Online Courses ના ફાયદા:

  • કોઈ ડીગ્રી ની જરૂર નથી
  • આ કોર્સ કરવા માટે તમારે કોઈ ચોક્કસ બેગ્રાઉન્ડ ની જરૂર નથી તમે કોઈ પણ અભ્યાસ કર્યો હોય તો પણ એપ્લાય કરી શકો છો
  • આ કોર્ષ કરવાથી વિદ્યાર્થીને નોકરીનું ટેન્શન દૂર થઈ જાય છે
  • આ સંસ્થાઓ અત્યારના હાઇ  ડિમાન્ડ કોર્સ કરાવે છે
  • જો તમે ફી ભરવા માટે સક્ષમ નથી તો આ અભ્યાસ કરી. તમે નોકરીની સાથે સાથે ફી પણ ભરી શકો છો
  • તમે તમારા મનપસંદ સ્કીલ વિશે શીખી શકો છો

અભ્યાસ નો સમય

  • 1 વર્ષ

આ પણ વાંચો :

ઓછા રોકાણ માં ઈમ્પોર્ટ એક્સપોર્ટ ની શરૂઆત કેવી રીતે કરવી 2024 / How to start an import export business

Free Online Courses દ્વારા કયા કોર્ષ કરી સકાય:

  • વેબ ડેવલોપમેન્ટ અને વેબ ડીજાઈન
  • સાયબર સુરક્ષા
  • ડેટા એનાલિટિક્સ
  • મશીન લર્નિંગ
  • મોબાઇલ એપ્લિકેશન ડેવલોપમેન્ટ 
  • AI અભ્યાસ

 

વેબ ડેવલોપમેન્ટ અને વેબ ડીજાઈન:

  • અત્યારે ઇન્ટરનેટ ની દુનિયામાં કોઈ પણ બિઝનેસને ઓનલાઈન લઈ જવું હોય તો જરૂર પડતી એક વસ્તુ એટલે વેબસાઈટ આમ તો વેબસાઈટ શીખવા માટે અલગ અલગ ભાષાઓ હોય છે જેમકે html સીએસએસ જાવા સ્ક્રિપ્ટ. આ ભાષાનો ઉપયોગ કરી તમે વેબ ડેવલોપી અને વેબ ડિઝાઇનિંગ શીખી શકો છો
  •  તમે કોઈપણ વેબસાઈટ બનાવો છો એ વેબસાઈટ ના data મેનેજ કરે તેને વેબ ડેવલોપર કહે છે
  • વેબ ડિઝાઇનિંગ એ વેબસાઈટ નો ચહેરો કહેવાય છે કેમકે વેબસાઈટની આગળ જે દેખાય છે એ વેબ ડિઝાઇનિંગનું કામ છે વેબ ડિઝાઇનિંગ નું કામ સારું હશે તો વેબસાઈટ આકર્ષક લાગશે
  • પ્રથમ તમે વેબ ડિઝાઇનિંગ શીખી અને વેબ ડેવલોપિંગ શીખો છો તો તમારું સ્કોપ કંપનીમાં ફુલ સ્ટેટ ડેવલોપર તરીકે નોકરી મળી શકે છે અત્યારે વેબ ડેવલોપિંગ માટે નોકરીની આવશ્યકતાઓ ઘણી છે વધુ માહિતી માટે અમે એક નવી પોસ્ટ લાવીશું

સાયબર સુરક્ષા:

  • અત્યારના આ ડિજિટલ સમયમાં સાહેબ સુરક્ષા એ ઇન્ટરનેટ એટેકને બચાવવા માટે વપરાતી એક સુરક્ષા છે
  • સાયબર સુરક્ષા નો અભ્યાસ કરી તમે કોઈપણ કંપની અથવા સરકારી વિભાગમાં સાયબર સુરક્ષા વિભાગમાં નોકરી કરી શકો છો
  • કોઈપણ કંપની હોય અથવા કોઈપણ સંસ્થા હોય તેમના પર સાયબર એટેક થાય છે એ એ એટેક થી બચવા માટે સાયબર સુરક્ષા જરૂરી છે

 

મોબાઇલ એપ્લિકેશન ડેવલોપમેન્ટ:

  • તમે Whatsapp યુઝ કરો છો ,instagram યુઝ કરો છો, ઓનલાઇન શોપિંગ માટે amazon નો ઉપયોગ કરો છો એ શું છે એ એક એપ્લિકેશન છે જો તમારે પણ એપ્લિકેશન ડેવલોપર બનવું હોય તો અત્યારના સમયમાં હાઇ ડિમાન્ડ કોર્સ છે
  • તમે આ કોષ કરી એપ્લિકેશન બનાવતા શીખી શકો છો તમે તમારી ખુદની અથવા કંપનીમાં એ જ એપ ડેવલપરની નોકરી મેળવી શકો છો અને લાખો રૂપિયાનો પગાર પણ મેળવી શકો છો

AI અભ્યાસ:

  • અત્યારના આ ડિજિટલ યુગમાં AI નો જમાનો આવી ગયો છે તમે AI થી વેબસાઈટ બનાવી શકો છો ,AI થી તમે રોબોટ બનાવી શકો છો , AI થી હવે તમામ કામો  થઈ શકે છે તો AI વિશે તમારે અભ્યાસ કરવો હોય તો આ સંસ્થાઓ પણ અભ્યાસ કરાવે છે AI અત્યારે સૌથી વધારે હાઈ ડિમાન્ડ સ્કિલ  છે

Free Online Courses કઈ સંસ્થા દ્વારા થાય છે?

5 અકી જોબ /AccioJob:

AccioJob એ IIT દિલ્હીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત એડ-ટેક સ્ટાર્ટઅપ છે જે સંપૂર્ણ સ્ટેક વેબ ડેવલપમેન્ટ અને ડેટા એનાલિટિક્સ માટે એક વ્યાપક અત્યાધુનિક લર્નિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમારો ઉદ્યોગ-સંબંધિત અભ્યાસક્રમ ટોચના ટેક પ્રશિક્ષકો અને માર્ગદર્શકો દ્વારા શીખવવામાં આવે છે અને અમારા વિદ્યાર્થીઓ એમેઝોન, સેલ્સફોર્સ અને વોલમાર્ટ જેવી અગ્રણી ટેક કંપનીઓમાં કામ કરવા ગયા છે. 300+ ટોચની ટેક પાર્ટનર કંપનીઓમાં જોબ પ્લેસમેન્ટની તકો સાથે, અમે 2022માં જ 1000+ વિદ્યાર્થીઓને સરેરાશ 8.3 LPA ના પગારે મૂક્યા છે.

4 પ્લેસ વેઇટ /Placewit :

પ્લેસવિટ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યો વિકસાવવામાં અને અદ્ભુત કંપનીઓમાં સ્થાન મેળવવામાં મદદ કરીને ઇન્ટરેક્ટિવ ક્લાસરૂમ અનુભવ દ્વારા ₹0ના અપફ્રન્ટ ખર્ચે પ્લેસમેન્ટ ગેરંટી પ્રોગ્રામ પ્રદાન કરે છે.

શ્રેષ્ઠ ભાગ? અમારા વિદ્યાર્થીઓને નોકરી ન મળે ત્યાં સુધી ચૂકવણી કરવાની જરૂર નથી!

3) ડીજીકુલ /Digikul:

  • ડિજીકુલ શિક્ષણ એ ગુરુકુલ નામની આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલીથી પ્રેરિત છે. આપણી વર્તમાન શિક્ષણ પ્રણાલીથી વિપરીત જ્યાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માત્ર એવા લોકો માટે જ સુલભ છે જેઓ આર્થિક રીતે સદ્ધર છે, ગુરુકુલ શિક્ષણ પ્રણાલી દરેક માટે ખુલ્લી હતી જ્યાં વિદ્યાર્થી કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વિના વિશ્વની શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થામાં પણ જોડાઈ શકે. અમે ખૂબ જ નાની અપફ્રન્ટ ફી ભરીને વિદ્યાર્થીને ડિજીકુલ શિક્ષણમાં જોડાવા માટે પણ મંજૂરી આપીએ છીએ અને બાકીની ફી નોકરી મળ્યા પછી ગુરુ દક્ષિણા સ્વરૂપે ચૂકવવામાં આવે છે.

2 મસાઈ સ્કૂલ /masai school

મસાઇ એક પરિણામ આધારિત કારકિર્દી શાળા છે. અમારું ધ્યેય ભારતની બિનઉપયોગી અને ઓછા ઉપયોગમાં લેવાયેલી પ્રતિભાને કૌશલ્ય આપવાનું છે અને તેમને વિશ્વની સૌથી વધુ માંગવાળી નોકરીઓ માટે તાલીમ આપવાનું છે. અમે ઉચ્ચ શિક્ષણનું એક નવું મોડલ રજૂ કરી રહ્યા છીએ જેમાં અમે, મસાઈ, અમારા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સફળતામાં રોકાણ કરીએ છીએ. ભારતની સૌથી ઝડપથી વિકસતી કારકિર્દી સંસ્થા તરીકે, મસાઈનું એક ધ્યેય છે: આપણી શિક્ષણ પ્રણાલીના પરિણામને પ્રભાવિત કરીને ભારતની માનવીય સંભાવનાને ખોલવી.

1 ન્યૂટન સ્કૂલ / newton school

2019માં નિશાંત ચંદ્રા અને સિદ્ધાર્થ મહેશ્વરી દ્વારા સ્થપાયેલ, ન્યૂટન સ્કૂલ એ એડ-ટેક પ્લેટફોર્મ છે જે લાખો વિદ્યાર્થીઓને અત્યંત ઇમર્સિવ અને ઇન્ટરેક્ટિવ લર્નિંગ પાથ પ્રદાન કરવા અને તેમને નવા યુગની તકનીકી તકોનો ઉપયોગ કરવા સક્ષમ બનાવવા માટે ભવિષ્યવાદી ઑનલાઇન યુનિવર્સિટીનું નિર્માણ કરી રહ્યું છે.

ન્યૂટન સ્કૂલે બે વર્ષમાં થોડા જ સમયમાં Google, Target, Epsilon, Jio, Lenskart, Razorpay, Flipkart, Zomato, Deloitte, Meesho અને Target સહિતની 800 થી વધુ કંપનીઓમાં 2,500 થી વધુ ઉમેદવારોને સ્થાન આપ્યું છે.

Free Online Courses નો અભ્યાસ પછી કેટલી ફી ભરવાની રહેશે?

સંસ્થાફી
ન્યૂટન સ્કૂલ2,50,000
મસાઈ સ્કૂલ350,000
ડીજીકુલ234,000
પ્લેસ વેઇટ0 (Up to 10L)
અકી જોબ177,000

 

Leave a Comment