Pipeline Subsidy:ખેતરમાં પાઇપલાઇન નાખવા સરકાર 60% સુધીની સબસિડી આપે છે,જાણો ફોર્મ ભરવાની પ્રક્રિયા

Pipeline Subsidy:ભારત સરકાર દ્વારા ખેડૂતોનો વિકાસ થાય અથવા ખેડૂતો વધુ આર્થિક રીતે મજબૂત બને એ માટે વિવિધ યોજનાઓ અમલમાં લાવે છે એ જ રીતે ખેડૂતોને હવે પાઇપલાઇન પર સબસીડી આપવા માટે ભારત સરકાર દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત પાઇપના ખર્ચના કુલ 60% જેટલી સબસીડી આપવા માટે જાહેરાત કરવામાં આવેલી છે

ખેડૂત મિત્રોને સિંચાઈ માટે સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે ખેડૂતોએ પાણીનો બચત કરી શકે અથવા સિંચાઈને વધુ સારી રીતે કરી શકે એ માટે સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવેલ છે ખેડૂત પાસે ટ્યુબવેલ અથવા બોર હોય છે પરંતુ ખેતર સુધી પાણી લઈ જવા માટે પાઇપલાઇન હોતી નથી અથવા પાઇપલાઇન નાખવામાં ખર્ચ વધુ થાય છે તો સરકાર દ્વારા ખેડૂતને પાઇપલાઇન માટે કુલ ખર્ચના 60 ટકા પેટે સબસીડી મંજૂર કરવામાં આવેલ છે આ યોજના શું છે અને આ યોજનાનો લાભ થાય છે લેવું એના વિશે વિસ્તૃત માહિતી તમને નીચે મુજબ આપેલું છે.

Pipeline Subsidy:

પાણીના તળ નીચા જઈ રહ્યા છે ત્યારે ખેડૂતો માટે સિંચાઈ એક મોટો પ્રશ્ન બની ગયો છે એ પ્રશ્નનો સમાધાન એટલે કે ઇરીગેશન સિસ્ટમ ઈરીગેશન સિસ્ટમ દ્વારા જરૂરિયાત પૂરતું પાણી ખેતરમાં ઉપયોગ થાય અને પાણીનો બગાડ અટકાવી શકાય છે સરકાર દ્વારા ઇરીગેશન અથવા પાઇપલાઇન માટે 60% જેટલી સબસિડી યોજના અમલમાં મુકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત તમારા કુવામાંથી ખેતર સુધી પાણી લઈ જવા માટે સબસીડી મળવા પાત્ર છે ખેડૂત મિત્રો આ પાઇપલાઇન સબસીડી ની યોજનાનો લાભ લઇ તમે પણ આધુનિક ખેતી તરફ આગળ વધી શકો છો કેમ કે અત્યારે આધુનિક ખેતી માટે સિંચાઈ એક હતી આવશ્યક ગણવામાં આવે છે સિંચાઈ કરવા માટે પાણીની જરૂર પડે પરંતુ ખેતરમાં પાણી પહોંચાડવા માટે ઇરીગેશન સિસ્ટમ અથવા પાણી નો પ્રવાહ વધુ હોય એ માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવે છે.

Pipeline Subsidy યોજના ના ફાયદા:

આ યોજનાએ ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને વિવિધ પ્રકારે ફાયદા થવાને પાત્ર છે ફાયદા નીચે મુજબ આપેલ છે.

  • સૌપ્રથમ તો આ યોજનાથી પાણીનો વ્યય થતો અટકાવી શકાય છે
  • આ યોજના અંતર્ગત ખેડૂત પાઇપલાઇન ખરીદવા માં જે રૂપિયાનો ખર્ચ કરે છે એમાં 60% સબસીડી મળતી હોવાથી ખેડૂત ની આર્થિક બોજ ઓછો થાય છે
  • આ યોજના અંતર્ગત ખેડૂત આધુનિક પ્રકારે ખેતી કરી શકે છે
  • આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો પોતાના કુવા થી દૂરના ખેતર સુધી પાણી લઈ જઈ શકે છે

Pipeline Subsidy યોજના કોને મળવા પાત્ર રહેશે:

આ યોજનાનો લાભ કોને મળે એ માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવેલ છે જે માપદંડોનું લિસ્ટ તમને નીચે મુજબ આપેલ છે.

PM Kusum Yojana 2024:હવે સરકાર આપી રહી છે ખેડૂતો ને સોલાર પંપ લગાવા માટે 90% સબસિડી,જાણો અરજી કરવાની પ્રક્રિયા
  • અરજદાર ખેડૂત ગુજરાત રાજયનો વાતની હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ નાના ખેડૂત, સીમાંત અથવા મોટા ખેડૂત ત્રણેય પ્રકારના ખેડૂતોને મળી સકશે .
  • અરજદાર ખેડૂત પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો અતિ આવશયક ગણવામાં આવે છે
  • ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

Pipeline Subsidy યોજના માટે અરજી કરવા માટેના આવશ્યક ડોક્યુમેન્ટ:

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો ઓનલાઇન અરજી કરવાની હોય છે ઓનલાઈન અરજી કરવા માટે કેટલાક આવશ્યક ડોક્યુમેન્ટ ની જરૂર રહે છે આવશ્યક ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને નીચે મુજબ આપેલ છે.

  • આવેદન કરનાર ખેડૂત મિત્રોનું આધાર કાર્ડ
  •  કિસાન કાર્ડ
  • 7/12 ના ઉતારા
  • ઓળખ પત્ર

Pipeline Subsidy યોજના માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા:

આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ ઓનલાઇન અરજી કરવાની હોય છે ઓનલાઈન અરજી  કરવાની પ્રક્રિયા તમને નીચે મુજબ આપેલી છે.

  • સૌપ્રથમ તો તમારી સિંચાઈ વિભાગની ઓફિસ વેબસાઈટ પર જવાનું  રહેશે
  • વેબસાઇટ પર ગયા પછી તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
  • રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગીન કરવાનો રહેશે
  • લોગીન કર્યા બાદ તમારી સામે એક નવો પેજ ખુલશે તેમજ માંગેલ વિગત તમારે ભરવાની રહેશે
  • વિગત ભર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે

વધુ માહિતી માટે કોનો સંપર્ક કરવો:

આ યોજનાની વધુ માહિતી માટે તમે સિંચાઈ વિભાગ અથવા તમારા ગ્રામ સેવક તથા તલાટી મંત્રી અથવા ખેતી અધિકારીનું સંપર્ક કરી શકો છો અથવા તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ માહિતી મેળવી શકો છો.

ઓફિસિયલ વેબસાઇટ:અહી ક્લિક કરો 

 

Leave a Comment