PM Vishwakarma Yojana:ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો અમલ કરવામાં આવે છે એ જ રીતે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા વર્ષ 2015માં કૌશલ્યવાન યુવાનોને રોજગારી મળે એ માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવેલ હતી આ યોજના અંતર્ગત ભારતના યુવાનો અને આત્મનિર્ભર બને એ આ યોજનાનો મુખ્ય હેતુ હતું ભારતના લાખો યુવાનો આ યોજના અંતર્ગત લાભ લઇ રહ્યા છે ત્યારે આ યોજના વિશે આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
ભારત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવેલ છે જેમ કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના,અટલ પેન્શન યોજના, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે યોજનાઓ ભારતના લોકોનો લાભ અને ભારતનો નાગરિક આર્થિક રીતે મજબૂત થાય એ જ રીતે ભારત સરકાર દ્વારા લોકોનો હિત થાય એ માટે વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કોને મળવાપાત્ર છે અથવા આ યોજના માટે અરજી કઈ રીતે કરવી એના વિશે આપણે અહીં વિસ્તૃત ચર્ચા કરીશું.
PM Vishwakarma Yojana:
સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ભારતના અનેક યુવાનો અથવા લોકો આર્થિક રીતે મજબૂત અને આત્મનિર્ભ બની રહ્યા છે તો આ યોજના ભારતના યુવાનો માટે લાભદાય યોજના ગણવામાં આવે છે કેમ કે ભારતના હજારો યુવાનો અથવા લોકો એવા હશે કે જેમની પાસે કૌશલ્ય હશે પરંતુ કૌશલ્યને આગળ વધારવા માટે ઓજાર કોઈ પણ કામ કરવા માટે ઓજાર ની જરૂર પડતી હોય છે પરંતુ આર્થિક પરિસ્થિતિ ન હોવાના કારણે કૌશલ્યવાન યુવાનને ઓજાર ના કારણે આગળ વધી શકતા નથી તેના કારણે ભારત સરકાર દ્વારા ઓજાર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત કૌશલ્યવાન વ્યક્તિને ઓજાર ખરીદવા માટે રૂપિયા 13000 સુધીની સહાય મળવાપાત્ર રહે છે જેમાં ભારતની વિવિધ 140 જેટલી જાતિની સમાવેશ કરવામાં આવે છે જેમાં અલગ અલગ ઓજારો માળવાપાત્ર રહી છે કયા કયા ઓજારો મળવા પાત્ર છે તેમનું લિસ્ટ નીચે મુજબ આપેલું છે.
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના લાભો:
આમ તો સરકાર દ્વારા કોઈપણ યોજના લાવવામાં આવે છે તેમાં લોકોનો હિત અથવા લાભ જ રહેલો હોય છે તે જ રીતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના અનેક લાભો છે જે લાભો વિશે આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશુ.
Pradhan Mantri Kaushal Vikas Yojana:પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતરગર્ત કોર્ષ કરી નોકરી મેળવો
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ 18 વ્યવસાય સાથે જોડાયેલા પરંપરાગત કારીગરો અને કારીગરોને પ્રદાન કરવામાં આવશે જેથી કરીને તે ટકાઉ અને મજબૂત રીતે તેમનું કામ કરી શકે
- પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ જે વ્યક્તિ પાસે ઓજાર નથી અને એ પરંપરાગત વ્યવસાય કરવા માંગે છે તો તેમના માટે આ યોજના મુખ્ય બિંદુ રહેશે
- તમને રોજગાર આપવા માટે નવી સુવર્ણ તક પ્રદાન કરવામાં આવશે
- જો તમે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ તાલીમ લીધેલ હશે તો તમે વિશ્વકર્મા યોજનાનો લાભ લઈ સારી રીતે તમારો ધંધો આગળ વધારી શકશો
- જે પરંપરાગત ધંધો કરે છે જેમ કે સુથાર,સુવર્ણકાર,શિલ્પકાર,લુહાર,કુંભાર વગેરે ને ઓજારમાં પડતી મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે કેમકે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ તેમને ઓજાર માટે સહાય આપવામાં આવશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના મેળવવા માટેની પાત્રતા:
આ યોજનાનો લાભ મેળવતા પહેલા અથવા યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવેલા છે જે માપદંડોનું લિસ્ટ અમને નીચે મુજબ આપેલ છે.
- અરજી કરનાર વ્યક્તિ મૂળ ભારતના કાયમી વ્યક્તિ અથવા નિવાસી હોવા જોઈએ
- અરજી કરનાર ની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે
- માત્ર પરંપરાગત અથવા જે કૌશલ્ય દ્વારા કારીગરી કરે છે તેમને આ યોજના મળવા પાત્ર રહેશે
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
સરકારી યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ ની રિક્વાયરમેન્ટ રહેલી હોય છે જે ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને નીચે મુજબ આપેલું છે.
- અરજદાર નું આધારકાર્ડ
- પાનકાર્ડ
- બેંક ખાતાની
- પાસબુક
- શૈક્ષણિક લાયકાત (જે કોઈ હોય તે)
- અરજદાર નો મોબાઇલ નંબર
- ઇ-મેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના નો લાભ કોને મળી શકે છે?
- સુથાર/કારપેન્ટર
- હોડી બનાવનાર
- ઓજારો બનાવનાર
- લોખંડ કામ કરનાર
- ટોકર/ચટાઈ/ઝાડું બનાવનાર
- કેચર વણકર
- રમકડાં બનાવનાર
- ધોબીકામ કરનાર
- કુંભાર
- દરજીકામ કરનાર
- પગરખા બનાવનાર મોચી
- હથોડા અને ટુલકીટ બનાવનાર
- તાળા બનાવનાર
- મૂર્તિકાર, પથ્થર તોડનાર, પથ્થરની કોતરણી કરનાર,
- મિસ્ત્રી
- વાળંદ
- માલાકાર
- માછલી પકડવાની જાળ બનાવનાર
પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:
જો તમારે તમારા ફોન દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના માટે ઓનલાઈન અરજી કરવી છે તો નીચે આપેલા સ્ટેપ પ્રમાણે તમે સરળતાથી ઓનલાઇન અરજી કરી શકો છો નીચે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે જે સ્ટેપ પ્રમાણે તમે ઓનલાઇન અરજી કરી તમારું ફોર્મ સબમીટ કરી શકો છો.
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો.
- વેબસાઈટ પર ગયા પછી હોમ પેજમાં તમને લોગીન ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરી અને સીએસસી આર્ટિસ્ટન્સ પર ક્લિક કરો
- ક્લિક કર્યા બાદ કેટલાક મહત્વના પ્રશ્નો પૂછવામાં આવશે તે પ્રશ્નનો જવાબ તમારે આપવાનો રહેશે
- હવે તમારી જરૂરી માહિતી દાખલ કરો
- માહિતી દાખલ કર્યા બાદ આધાર ઓથેન્ટીક્શન પર ક્લિક કરો
- હવે તમારા રજીસ્ટર આધાર કાર્ડ નંબર પર ઓટીપી આવશે
- ઓ ટી પી માગેલ ઓપ્શન પર સબમીટ કરો
- ઓટીપી દાખલ કર્યા પછી તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે
- રજીસ્ટ્રેશન ફોર્મ ખુલ્યા બાદ જેમાં તમારી સામે વિવિધ માહિતી દાખલ કરવાનો ઓપ્શન આવશે તેમાં તમારી માહિતી દાખલ કરો
- હવે માગેલ ડોક્યુમેન્ટ ને અપલોડ કરો
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ફોર્મને સબમીટ કરી ફોનની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે
- પ્રિન્ટ ને સાચવવી જરૂરી છે ક્યારેક ઉપયોગમાં લઈ શકાય છે
ઓફિસિયલ વેબસાઇટ:અહી ક્લિક કરો
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.